વલસાડ :- તિથલ રોડ નજીક મોડી રાત્રે મોગરવાડીમાં રહેતા બુટલેગરનું અકસ્માતમાં મોત થયું હતું. દારૂ ભરેલ બાઇક પુરપાટ ઝડપે હંકારતા અકસ્માત સર્જાયો હતો. જેથી ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે વલસાડના તિથલ રોડ નજીક ગત રોજ મોડી રાત્રીના 3:30 કલાકે હેપીનેસ સામે ત્રણ રસ્તા પર મોગરવાડી છત્રરિયા નવીનગરી ખાતે રહેતો 17વર્સીય રજની વિષ્ણુ રાઠોડ ગત રોજ મોડી રાત્રી દરમ્યાન પોતાની હોન્ડા યુનિકોન બાઇક પર દારૂ ના જથો ભરી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો દરમ્યાન બુટલેગર નશાની હાલતમાં હોય જે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા અચાનક ઘટનાસ્થળ પર અકસ્માત સર્જાતા તેનું સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું
જે ઘટના બાદ વલસાડ સી.ટી.પોલીસની ટિમ ઘટના સ્થળ પર જઈ તાપસ કરતા મૃતકની ઓળખ કરી બાદમાં દારૂ ના જથ્થા મુદ્દામાલ કબજે કરી 13હજાર ના ઉપરનો દારૂનો મુદામાલ કબજે કરી મૃતક ને મોડી રાત્રે અત્રેની સિવિલ હોસ્પિટલ માં પીએમ અર્થે ખસેડી આગળની તપાસ વલસાડ સી.ટી.પોલીસ કરી રહી છે,