ગુરુવારે વહેલી સવારે આવેલા ભૂકંપ બાદ દક્ષિણ પેસિફિક ટાપુઓ પર સુનામીના નાના મોજા મળી આવ્યા હતા. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે, વાનુઆતુ માં 10 સેન્ટીમીટર (4 ઇંચ)ના મોજા માપવામાં આવ્યા હતા અને ન્યૂ કેલેડોનીઆમાં એક નાની સુનામી મળી આવી હતી. ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વાત જાણે એમ છે કે બુધવારે રાત્રે ભૂકંપની તીવ્રતા ૭.૭ નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર લોયલ્ટી ટાપુઓથી છ માઇલ દક્ષિણપૂર્વની ઊંડાઈએ હતું. ત્યારબાદ, વાટુઆતુ, ન્યુઝીલેન્ડ, ફિજી અને અન્ય પેસિફિક ટાપુઓ માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. તે જાણીતું છે કે આ વિસ્તાર તે છે જ્યાં ભૂકંપનું જોખમ યથાવત છે. ફિજીની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસના ડાયરેક્ટર વાસીતા સોટોએ એક ટ્વીટ માં જણાવ્યું હતું કે સુનામીની ચેતવણી રદ કરવામાં આવી છે અને લખ્યું છે કે ફિજી સુરક્ષિત છે. ન્યૂ કેલેડોનીયાનો ભાગ આવેલા લોયલ્ટી ટાપુઓ નજીક આવેલા ભૂકંપ બાદ સુનામી નો અનુભવ થયો હતો.
યુ.એસ. ભૂસ્તરીય એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપ મજબૂત અને છીછરો હતો, તેની તીવ્રતા 7.7 અને માત્ર 10 કિલોમીટર (6 માઇલ) ઊંડી હતી. અગાઉ, યુ.એસ. સુનામી ચેતવણી કેન્દ્રએ વાનુઆતુ અને ફિજી માટે 0.3 થી 1 મીટર (1થી 3.3 ફૂટ)ની સુનામીની ચેતવણી જારી કરી હતી. લોયલ્ટી ટાપુઓ ન્યુઝીલેન્ડની ઉત્તરે લગભગ 1,800 કિલોમીટર (1,100 માઇલ) અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ-ઉત્તરપૂર્વમાં બ્રિસ્બેનથી 1,600 કિલોમીટર (990 માઇલ) દૂર છે. પેસિફિક મહાસાગરના આ પ્રદેશમાં ભૂકંપ થવાની સંભાવના વધુ છે કારણ કે તે ‘રિંગ ઓફ ફાયર’ સાથે ઘોડાની નાળ આકારની ભૂકંપીય ફોલ્ટ લાઇનની શ્રેણી સાથે સમુદ્રની આસપાસ સ્થિત છે.