ન્યુ દિલ્હી :- રાહુલ ગાંધીએ જીએસટીને ગબ્બર સિંહ ટેક્ષ કહ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આજે ફરીથી નિશાન સાધ્યું છે.
રાહુલે એક ટ્વીટમાં કહ્યું હતું કે, જીએસટી લોકોની કમાણી ઓળવી રહ્યું છે. રાહુલે લખ્યું હતું,‘મોદીનો જીએસટી એટલે ગબ્બર સિંહ ટેક્સ…યે કમાઈ મુજે દે દો.’
રાહુલે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે એનડીએ સરકારે શરૂ કરેલો આ વેરો કોંગ્રેસની અગાઉના યુપીએ સરકારના ‘વાસ્તવિક સરળ ટેક્સ’થી અલગ છે. તેમણે કહ્યું કે જીએસટીનું વડાપ્રધાનનું સંસ્કરણ લોકોની આવક ખાઇ જઇ રહ્યું છે. આનાથી લાખો દુકાનદારો પતી ગયા છે. લાખો યુવાનો બેકાર થઇ ગયા છે.
વધુ એક ટ્વિટમાં રાહુલે લખ્યું કે ‘કોંગ્રેસનો જીએસટી એટલે વાસ્તવિક સરળ કર, મોદીનો જીએસટી એટલે ગબ્બર સિંહ ટેક્સ…યે કમાઈ મુજે દે દો.’