સામાન્ય માણસ ભાવ વધારા અંગે કણસી રહ્યો છે અને બીજી તરફ પેટ્રોલ, ડીઝલના ભાવમાં દરરોજ વધારો ચાલુ છે. 18 ફેબ્રુઆરી, ગુરુવારે સતત દસમા દિવસે પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમત 32થી વધીને 34 પૈસા થઈ ગઈ છે. દેશની રાજધાનીમાં પેટ્રોલ 89.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80.27 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યું છે. દેશના ચાર મહાનગરોમાં કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલ 91.11 રૂપિયા અને 83.86 રૂપિયા પ્રતિ લીટરે વેચી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 96.32 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.32 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ તે અનુક્રમે 91.98 રૂપિયા અને 85.31 રૂપિયા પ્રતિ લીટર છે.
તેલની કિંમતમાં દરરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે મેઘાલયમાં પેટ્રોલ અને ડીઝલ સાત રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું છે. રાજ્યમાં કોમર્શિયલ વાહન ઓપરેટરની હડતાળ બાદ પેટ્રોલિયમ ઇંધણ પરનો વેટ ઘટાડવામાં આવ્યો હતો. મેઘાલય સરકારે મંગળવારે પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડીફાઇન ટેક્સ (વેટ)માં વધુ ઘટાડો કર્યો હતો, જેમાં રાજ્યમાં આ પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા કરતા વધુનો ઘટાડો થયો છે. આ રાજ્યમાં સરકારે પેટ્રોલ પરનો વેટ 31.62 ટકાથી ઘટાડીને 20 ટકા અથવા 15 રૂપિયા પ્રતિ લિટર (જે બંનેમાં વધારે છે). ડીઝલ પર વેટ 22.95 ટકા અથવા 9 રૂપિયા પ્રતિ લીટર હતો, જે વધારે હોય. રાજસ્થાનના ગંગાનગરમાં ગઈકાલે પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. ઉલ્લેખીય છે કે, ગયા મહિને રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં બે ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. હાલ પેટ્રોલ પર વેટ 36 રૂપિયા અને ટોલ 1.5 રૂપિયા પ્રતિ લીટર છે.
આ અઠવાડિયે વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર થયેલી ચર્ચાના જવાબમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.