પેટ્રોલ, ડીઝલના ભાવમાં દરરોજ વધારો ચાલુ છે. 19 ફેબ્રુઆરી, શુક્રવારે સતત અગિયારમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૧ પૈસા પ્રતિ લિટર ચઢીને ૯૦.૧૯ રૂપિયા થઈ ગયો છે. ડીઝલ પણ 33 પૈસા ઊછળીને 80.60 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. બંને ઇંધણની કિંમત દરેક સમયે ઊંચી છે. મુંબઈમાં પેટ્રોલ 96.62 રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે મેટ્રો શહેરોમાં સૌથી વધુ છે. ડીઝલની કિંમત 87.67 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. કોલકાતામાં પેટ્રોલ 91.41 રૂપિયા અને ડીઝલ 84.19 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અનુક્રમે 92.25 રૂપિયા અને 85.63 રૂપિયા પ્રતિ લીટર છે.
બીજા રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. મધ્યપ્રદેશના આ નપુરમા પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90.35 રૂપિયામાં વેચાણ કરી રહ્યું છે. રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધુ વેટ વસૂલવામાં આવે છે. તે પછી સૌથી વધુ ટેક્સ મધ્યપ્રદેશનો છે.
આ અઠવાડિયે વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર થયેલી ચર્ચાના જવાબમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.
મેઘાલય સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર સાત રૂપિયા કરતા વધુનો ઘટાડો કર્યો છે. આ રાજ્યમાં સરકારે પેટ્રોલ પરનો વેટ 31.62 ટકાથી ઘટાડીને 20 ટકા અથવા 15 રૂપિયા પ્રતિ લિટર (જે બંનેમાં વધારે છે). ડીઝલ પર વેટ 22.95 ટકા અથવા 9 રૂપિયા પ્રતિ લીટર હતો, જે વધારે હોય. પેટ્રોલ-ડીઝલની કિંમત તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ કિંમત લગભગ બમણી થઈ જાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.