છેલ્લા નવ મહિનાથી ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવમાં હવે ઓછો થઈ રહ્યો છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વીય લદ્દાખના પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ પ્રદેશો પરથી ભારત અને ચીનના સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભારતીય સૈનિકો પણ નીચલા સ્થળોએ આવી ગયા છે.
પેંગોંગ તળાવની દક્ષિણ અને ઉત્તરી ધાર પર સૈનિકોનું વિસ્થાપન સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું હોવાથી ભારત અને ચીન શનિવારે હાથ ધનારી મુખ્ય કમાન્ડર સ્તરની વાટાઘાટોમાં ગોગરા, હોટ સ્પ્રિંગ્સ અને ડેપસાંગના મેદાનો સહિત પૂર્વીય લદ્દાખમાં ત્રણ ઘર્ષણ બિંદુના વિસ્થાપન અંગે ચર્ચા કરશે.