વિભિન્ન સેવાઓ માટે આધારકાર્ડની અનિવાર્યતાને લઇ સુપ્રિમ કોર્ટ હવે 30 ઓક્ટોમ્બરે આ મામલે સુનાવણી કરશે. આ મામલે જોડાયેલ દરેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોમ્બરનાં રોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો. ત્યાં જ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે તે વિભિન્ન સેવાઓમાં આધારની અનિવાર્યતાને લઇ 31 માર્ચ, 2018 સુધી તેમાં રાહત દેવા તૈયાર છે.
મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે જોડવા માટે સંબંધિત દૂરસંચાર વિભાગની સૂચનાને તહસીન પૂનાવાલાએ સુપ્રિમ કોર્ટને અરજી કરી છે. અને આ પહેલાં પણ આ મુદ્દે બે અરજીઓ કરવામાં આવી છે. અરજીમાં 23 માર્ચે દૂરસંચાર વિભાગ દ્વારા જાહેર કરેલ સૂચનાને ગેરબંધારણીય જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી. ગઇ છઠ્ઠી ફેબ્રુઆરીએ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને મોબાઇલ વપરાશકર્તાઓની ઓળખ માટે આધારને ફરજીયાત લિંક કરવાનું કહ્યું હતું.