1 ઓગસ્ટથી આવ્યો નવા નિયમોનો અમલ, ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત બન્યું
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) જનરેટ કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. 1 ઓગસ્ટ, 2025થી EPFO દ્વારા નવો નિયમ અમલમાં મૂકાયો છે, જેમાં હવે નવો UAN નંબર ફક્ત UMANG એપ મારફતે જ જનરેટ કરી શકાશે. સાથે સાથે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) પણ ફરજિયાત બની છે.
શું છે UMANG એપ અને કેમ છે જરૂરી?
UMANG (Unified Mobile Application for New-Age Governance) એપ મજબૂત અને એકીકૃત સરકારી સેવાઓ માટેનો પ્લેટફોર્મ છે. EPFO સહિત વિવિધ સરકારી સેવાઓનું કેન્દ્ર બની ચુકેલી આ એપ હવે નવા UAN જનરેશન અને એક્ટિવેશન માટે એકમાત્ર માધ્યમ બની છે.
EPFO મુજબ, ભૂલો ઓછા થાય અને કાર્ય સરળ બને તે માટે FAT ટેક્નોલોજીની મદદથી વપરાશકર્તાનું ચહેરો ઓળખી નવા UAN જનરેટ કરવા માટે સુરક્ષિત પ્રક્રિયા અપનાવવામાં આવી છે.

કોને લાગુ પડે છે આ નવી પદ્ધતિ?
- નવા કર્મચારીઓ કે જેઓ પોતાનો UAN નંબર પ્રથમ વખત જનરેટ કરવા માંગે છે.
- જેમના પાસે પહેલેથી UAN છે પણ તેને એક્ટિવેટ કરવાની જરૂર છે.
- કર્મચારીઓ જે પોતાનું EPFO ડેટા અપડેટ કરવા માંગે છે.
જો કે નેપાળ, ભૂટાન અને ભારતમાં કામ કરતા વિદેશી નાગરિકો માટે આ નિયમ લાગુ નથી. તેમનો UAN તેમની કંપની/નિયોજક દ્વારા પહેલાની જેમ જ જનરેટ થશે.
UMANG એપથી UAN કેવી રીતે જનરેટ કરવો?
- તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ખોલો.
- “UAN Allotment & Activation” વિકલ્પ પસંદ કરો.
- તમારું આધાર નંબર અને લિંક થયેલો મોબાઇલ નંબર દાખલ કરો.
- મળેલ OTP વેરિફાય કરો.
- હવે ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- સફળ ઓથેન્ટિકેશન પછી નવો UAN જનરેટ થશે અને SMS દ્વારા મળશે.

UAN કેવી રીતે એક્ટિવેટ કરવો?
- UMANG એપ ખોલીને “UAN Activation” વિકલ્પ પસંદ કરો.
- તમારું આધાર, UAN અને મોબાઇલ નંબર દાખલ કરો.
- OTP વેરિફાય કર્યા પછી ફેસ ઓથેન્ટિકેશન કરો.
- સફળતાપૂર્વક પ્રક્રિયા બાદ તમારું UAN એક્ટિવ થઈ જશે અને તમારે એક તાત્કાલિક પાસવર્ડ મળશે.
