પાકિસ્તાનમાં એક સાંસદે 14 વર્ષની બાળકી સાથે લગ્ન કર્યા નો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સી એઆઈના રિપોર્ટ અનુસાર મૌલાના સલાહુદ્દીન અયુબ પાકિસ્તાનની જમ્યાત ઉલેમા-એ-ઇસ્લામ (જેયુઆઈ-એફ) પાર્ટીના સભ્ય છે, જેમની સામે 14 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા બદલ તેની સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ પાકિસ્તાન પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પાક ઓબ્ઝર્વરે જણાવ્યું હતું કે ચિત્રાલમાં મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી એનજીઓની ફરિયાદ બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. ડોનના રિપોર્ટ મુજબ યુવતી જુગુરની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલમાં રેકોર્ડ થયેલા રેકોર્ડ મુજબ, બાળકીની જન્મતારીખ 28 ઓક્ટોબર, 2006ના રોજ લખવામાં આવી છે, જે મુજબ તે લગ્નની દ્રષ્ટિએ સગીર છે. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા અનુસાર નેશનલ એસેમ્બલીના સભ્ય મૌલાના સલાહુદ્દીન અયુબી આધેડ વયના છે.