ગુજરાતમાં વિધાન સભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પક્ષ આ માટે તડામાર તૈયારીમાં લાગ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને ડિસેમ્બરમાં પીએમ મોદી 50થી વધુ રેલીઓ સંબોધશે મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ , અને મધ્ય ગુજરાતમાં 50થી 70 રેલીઓ સંબોધશે.
10 નવેમ્બર પછી પીએમ પોતાની 2-3 રેલીથી શરૂઆત કરશે. મોદીની રેલીઓમાં કેટલી જનમેદની આવશે શું અસર થશે અને વિરોધી પક્ષ શુ તૈયારી કરશે. મતદારોને કેટલા આકર્ષી શકાશે તેતો સમય બતાવશે અત્યારે તો અમિત શાહ અને મોદી સાથે મળી ચૂંટણીની તૈયારીઓમાં પડ્યા છે.