ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટ ડે-નાઈટ છે જે પિંક બોલથી રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો છે. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી છે.
પ્રથમ બેટિંગ કરતા ત્રીજી ઓવરમાં 2 રન પર ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. ઇશાંતે ડોમ સિબલેને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી છે. સિબલે શૂન્ય રને ઇશાંતની બોલિંગમાં સ્લીપમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો. જોની બેરસ્ટો ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો.
