ભારતે બુધવારે આફ્રિકન દેશ ઘાનાને કોરોના વિરોધી રસીના છ લાખ ડોઝ મોકલ્યા હતા. આ રસી કોવિક્સ હેઠળ, UN એજન્સી યુનિસેફના સહયોગથી મોકલવામાં આવી હતી. ઘાના કોવિક્સ દ્વારા કોરોના રસી મેળવનારો પ્રથમ દેશ બની ગયો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી એસ્ટ્રાઝેનેકાની રસી ઘાના મોકલવામાં આવી છે. કોવિક્સ એ એક UN યોજના છે, જેના હેઠળ ગરીબ દેશોને કોરોના રસી આપવાની છે. યુનિસેફ ભારતના પ્રતિનિધિ યાસ્મિન અલી હકએ જણાવ્યું હતું કે પુણેથી મુંબઈ અને દુબઈ થઈને છ લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે.
