મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનીર ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂતની બેદરકારીએ ખેડૂતનું મોત નીપજ્યું હતું. અહીં ખેડૂતે ભૂંડ અને રોઝ ભગાડવા માટે લગાવેલા વીજતારના સંપર્કમાં આવવાથી એક ખેડૂતનું વીજર કરંટથી મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ખેડૂત સામે ફરિયાદ નોંધીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામમાં ખેડૂત ખેડૂત વિષ્ણુભાઈ પોતાના ઘરેથી સવારે 6 વાગ્યે ખેતરમાં પિયત માટે નીકળ્યા હતા ત્યારે પત્નીને કહ્યું હતું કે 9 વાગ્યે ખેતરે ચા લઈને આવજે ત્યાર બાદ તેમના પત્ની ખેતરે ચા આપવા ગયા હતા એ દરમિયાન વિષ્ણુભાઈ ખેતરમાં નજરે ના પાડતા તેમણે ખેતરમાં વધુ તપાસ કરતા તેમણે પતિને ખેતરમાં મૃત હાલતમાં જોતા ત્યાં જ ઢળી પડ્યા હતા ત્યાર બાદ પોતાના પુત્રને ઘરેથી બોલાવી એમ્બ્યુલન્સ મારફતે ઊંઝા ખાતે મૃતકને લાવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના પુત્ર જસ્મીન પટેલના જણાવ્યા પ્રમાણે મારા પિતા ઘરેથી નીકળ્યા ત્યારે મમ્મીને 9 વાગ્યે ચા લઇને ખેતરે આવી જજે તેમ કહીને નીકળ્યા હતા.મારી મમ્મી સવારે 9.30 વાગ્યે જ્યારે ખેતરે ચા આપવા જઇ રહી હતી ત્યારે મનુભાઇ પટેલના ખેતરના અર્થિંગ વાયરની બાજુમા પડેલા પિતાને જોઇને મારી મમ્મીએ ફોન કરીને તારા પપ્પાને કંઇ થયુ છે તુ આવી જા તેમ કહેતા જ હું બનાવ સ્થળે દોડી ગયો હતો.અહી પિતાના બન્ને પગ વાયર ઉપર હતા અને માતા આળોટીને રડી રહી હતી.108ને જાણ કરતા તબીબે પિતાને મૃત જાહેર કર્યા હતા.
ખેડૂતના મોતની ઘટનાને પગલે બનાવ સ્થળે પહોંચેલ પીએસઆઇ પાટીલ અને વીજકચેરીના અધિકારીઓએ ઘટના સ્થળનુ વિડિયોગ્રાફી સાથે પંચનામુ કરી અહી કૂવાની મોટરના વીજ કનેકશનમાંથી લીધેલા જોડાણ સંબધે વાયર તેમજ ઇલેટ્રીક મોટર કબ્જે લીધી હતી.જ્યારે બીજીબાજુ પોલીસે ખેત માલિક મનુભાઇ કાળીદાસ પટેલની ધરપકડ કરી જેલમા મોકલી આપ્યા હતા.