વલસાડના મોટાબજાર સ્થિત મણિરત્નમ જવેલર્સના મલિક અને તેના ચાર કર્મચારી દ્વારા ગત 15 સપ્ટેમ્બરના રોજ પાટણના સોની વેપારી સાથે અંગત વેપારી માલસામાન ગુણવત્તાને લઈ સામાન્ય બોલાચાલીમાં મણિરત્નમના વેપારી અને સંચાલક દ્વારા પાટણના વેપારી પોપટલાલ વીરચંદ સોની પર અચાનક હુમલો કરી મારમારતા વેપારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાબતે તેની પત્ની હેતલ પોપટ સોનીએ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
હુમલામાં ઘાયલ પોપટલાલને અમદાવાદ ઓપોલો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી દરમ્યાન ગત 22ઓક્ટોબરના રોજ પોપટલાલનું બ્રેન હેમરેજના કારણે મોત નિપજતા સમગ્ર વેપારી વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર ઘટના અંગે વલસાડ પોલીસે પ્રથમ હુમલો કરનાર મલિક અને તેના કર્મચારીઓ જેમાં
1)સુરેશ સુનિલભાઈ જૈન, 2)રાકેશ જિવણ ગાંધી, 3)ઝવેર પ્રકાશ પટેલ, 4)જીગ્નેશ વસંત રાઠોડ, 5)પ્રશાંત સુમન પટેલ
આ તમામ આરોપીને અગાવ હુમલા પ્રકરણમાં અટકાયત કરી નવસારી સબ જેલમાં ધકેલી દીધા હતા બાદમાં આ આરોપીઓને સેશન્સ કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા તેમાં તમામ આરોપીઓ હાલ જામીન પર ફરી રહ્યા છે ત્યારે ગત 22ઓક્ટોબર ના રોજ ભોગ બનનાર પોપટલાલ સોનીનું સારવાર દરમ્યાન મોત નિપજતા હાલ પોલીસે હત્યાનો કલમનો ઉમેરો કરતા 302 મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કોર્ટના કામકાજ ને ધ્યાન રાખી ન્યાય તંત્ર દ્વારા મળેલ જામીન રદ કરી ફરી આ તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ વલસાડ શહેર પી.આઈ પરમારે હાથ ધરી છે,