કોરોના મહામારીની દેખરેખ અને નિવારણ અંગે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા જે જે 31 માર્ચ સુધી અમલમાં રહેશે. શુક્રવારે મંત્રાલયે હાલમાં અમલમાં માર્ગદર્શિકાની અવધિ 31 માર્ચ સુધી વધારવાનો આદેશ જારી કર્યો હતો. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા પણ જણાવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય અને નવા કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે દેખરેખ, નિયંત્રણ અને સાવચેતી જાળવવાની જરૂર છે. મંત્રાલયે કંટેનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણ પગલાં લેવા પણ જણાવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા નિર્દેશમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે 27 જાન્યુઆરી, 2021ના રોજ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું નિરીક્ષણ, નિયમન વગેરે માટે દર્શાવેલા પગલાંનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
બીજી તરફ ડીજીસીએએ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર નો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવી દીધો છે. દેશમાં કોરોનાના પગલે ગયા વર્ષે ૨૩ માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યા અનુસાર, 26 જૂન 2020ના રોજ બહાર પાેતાના પરિપત્રમાં આંશિક સુધારો કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 માર્ચ, 2021ના રોજ રાત્રે 23.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે, કેટલાક પસંદ કરેલા રૂટ પર પેસેન્જર ફ્લાઇટ્સ ચાલુ રહેશે. ઉપરાંત કાર્ગો ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાગુ પડશે નહીં.
સિનેમા હોલ માટે રજૂ થશે નવો SOP
હાલની માર્ગદર્શિકા મુજબ સિનેમા હોલ અને થિયેટરોને વધુ લોકો સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સિનેમા હોલને બેઠક ક્ષમતાના ૫૦ ટકા સુધી ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે તેમને સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેના માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સુધારેલી એસઓપી જારી કરવામાં આવશે.
સ્વિમિંગ પુલ માટે પરવાનગી
માર્ગદર્શિકામાં એમ પણ જણાવ્યું છે કે રમતગમતના ઉપયોગ માટે સ્વિમિંગ પૂલની મંજૂરી આપવામાં આવી છે. હવે, તમામ ઉપયોગ માટે સ્વિમિંગ પૂલની મંજૂરી આપવામાં આવશે, જેના માટે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા મંત્રાલય સાથે પરામર્શ કરીને સુધારેલી એસઓપી જારી કરવામાં આવશે.
કોઈ ને રોકી ન શકાય
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલની અવરજવર અને સરહદ પારના વેપાર માટે માલના પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી. તેના માટે અલગ પરવાનગી અથવા ઇ-પરમિટની જરૂર નહીં પડે. કેટલીક જગ્યાઓ સિવાય કન્ટેનર ઝોનની બહારની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. સામાજિક, ધાર્મિક, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારંભોને હોલની ક્ષમતાના વધુમાં વધુ 50 ટકા સુધી મંજૂરી આપવામાં આવી છે. હવે, સંબંધિત રાજ્યના એસઓપી હેઠળ આવી બેઠકો યોજાશે.