વલસાડ :પારડી પોલીસને મળેલી બાતમીના આધારે શુક્રવારના સાંજે કોટલાવ ગામે કોળીવાડમાં જુગાર રમતા કોંગ્રેસના 2 અગ્રણી સહીત 6 જુગારીઓને પોલીસે રેડ પાડી ઝડપી પકડાયા હતા જેમાં 2 કોંગ્રેસના અગ્રણી હોવાનું બહાર આવ્યું હતું
પારડી નજીક કોટલાવ કોળીવાડમાં બિપિન પટેલની ઘર ના પાછળના ભાગે પારડી પોલીસ મથકના પીએસઆઇ આર પી સોલંકી, સેકન્ડ પીએસઆઇ આર જે ગામીત , ફરિયાદી અતુલ પટેલ,તેમજ અન્ય પોલીસ કર્મીઓએ પાના પર હાર જીતનો જુગાર રમતા 6 જુગારીઓને ત્યાં જુગાર રમતા રેડ પાડી રોકડ રૂ 19140 સાથે ઝડપી પડ્યા હતા જેમાં ધરમપુર તાલુકાના કરંજવેરી મધુરાવ આશ્રમ શાળાના ક્લાર્ક સોમાભાઈ ચંદુભાઈ પટેલ રહે વેલપરવા પારડી તાલુકા , તેમજ પારડી શહેર કોંગ્રેસ મંત્રી નરેશ જયંતીભાઈ જોગી રહે ભેસલાપડ પરીયા રોડ પારડી , નિયાઝ મેહમુદ શેખ રહે કોટલાવ પારડી , અમઝદ અબ્દુલ હમિદ અન્સારી રહે કોટલાવ પારડી , સલીમ સિદ્દીકી શેખ રહે પારડી દમણીઝાંપા ,અને સુનિલ એ પટેલ રહે પારડી ડીસીઓ પાછળ।.તમામ ની ધડપકડ કરી હાર જીતમાં વપરાયેલ પાનાંની કેટ ,મોબાઈલ ,તેમજ રોકડ રકમ પોલીસે કબ્જે કર્યા હતા.તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા જોકે ઝડપાયેલ જુગારીઓમાં કોંગ્રેસના હોદ્દેદારો હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
[slideshow_deploy id=’17035′]