રાખી સાવંત બિગ બોસ 14માંથી બહાર ગઈ છે અને હવે 2017માં એક કેસને લઈને વિવાદોમાં છે. દિલ્હીના બેંકરે ફરિયાદ કરી છે.રાખી સાવંતે તેનો જવાબ આપ્યો છે.રાખી સાવંત અને તેના ભાઈ પર દિલ્હીમાં છેતરપિંડીનો કેસ દાખલ દાખલ કરવામાં આવ્યો છે.શૈલેષ શ્રીવાસ્તવ નામના વ્યક્તિએ વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં બંને ભાઈ-બહેન સામે કેસ દાખલ કર્યો છે.આ કેસ 2017નો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શૈલેષ શ્રીવાસ્તવ પાસેથી 6 લાખ સોદા પેટે લીધ હતા ,સોદો નિષ્ફળ ગયો ત્યારે ત્રણેયે હજુ સુધી પૈસા પરત કર્યા નથી.હવે રાખી સાવંતે આ મામલે કહ્યું છે કે રાખીએ સ્પોટબોયને કહ્યું છે કે, “તેને મારી સાથે કોઈ લેવા-દેવા નથી.મારી કાનૂની ટીમ ટૂંક સમયમાં આ કેસમાં માનહાનિનો કેસ કરશે.આ એક પબ્લિસિટી સ્ટંટ છે અને મારી કાનૂની ટીમ તેના પર કાર્યવાહી કરશે.”
શૈલેષ નિવૃત્ત બેંક કર્મચારી છે તેમણે આરોપ લગાવ્યો છે કે તેણે રાખી સાવંતના ભાઈને બિઝનેસ શરૂ કરવા માટે 6 લાખ રૂપિયા આપ્યા હતા.આ બેઠક રાખી સાવંતના ભાઈ અને શૈલેષ વચ્ચે હતી, જે બંને બાબા ગુરમિત રામ રહીમ પર ફિલ્મ બનાવવા માટે ભેગા થયા હતા.જ્યારે રાકેશ અને શૈલેષ સાથે મળીને ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માંગતા હતા ત્યારે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાખી સાવંત પણ તે સંસ્થામાં હતી. જોકે આમાંથી કઈ પણ થઇ શક્યું નથી જ્યારે બિગ બોસ 14થી 14 લાખ સાથે બેઘર થઈ ગયા છે ત્યારે આ મામલો ફરી ઉડી રહ્યો છે.