દુબઈમાં એક શાનદાર ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમાર અને રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 2.0નો ઓડિયો લોન્ચ કરવામાં આવ્યો. આ ઈવેન્ટમાં ફિલ્મના બધા જ સ્ટાર્સ પહોંચ્યા હતા. રજનીકાંતની ફિલ્મ હોય એટલે જોવા માટે એક ખાસ વર્ગ હોયજ.
અક્ષય અને રજનીકાંતની ફિલ્મ 2.0 માટે લોકોનો ક્રેઝ અને ઉત્સાહ વધી રહ્યો છે. ફિલ્મના મેકર્સ પણ ફિલ્મથી ધૂમ કમાણી કરી રહ્યા છે. ફિલ્મના ડિરેક્ટર શંકરના જણાવ્યા અનુસાર, ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ 11 કરોડ રુપિયામાં વેચાયા છે. આ રકમ ફિલ્મના ત્રણ વર્ઝન (હિન્દી, તમિલ અને તેલુગુ)ની છે. આ સિવાય ફિલ્મના મેકર્સે 2.0ના થિએટ્રિકલ રાઈટ્સ 80 કરોડ રુપિયામાં વેચ્યા છે, એટલે કે રિલીઝ પહેલા જ ફિલ્મે 200 કરોડ રુપિયા જેટલી કમાણી કરી નાખી છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મનું બજેટ કુલ 450 કરોડ રુપિયા છે અને ભારતની આ સૌથી મોંઘી ફિલ્મ છે. લિકા પ્રોડક્શનના ફાઉન્ડર સુબાસ્કરણ અલીરાજા આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રજનીકાંત સિવાય એમી જેક્સન, સુધાંશુ પાંડે, આદિલ હુસૈન અને રિયાઝ ખાન પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દુનિયાભરમાં 7000 સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે.