મુંબઈઃ અત્યારે બોલિવૂડ જગતની મોટાભાગની હસ્તીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર સતત એક્ટિવ રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં બીજા પુત્રને જન્મ આપનારી કરીના કપૂર ખાન પણ અત્યારે ચર્ચામાં છે. આ અભિનેત્રીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ ઉપર એક વર્ષ પૂર્ણ ક્યું છે. જેના પગલે આ અભિનેત્રીએ પોતાના ચાહકો માટે ખાસ અંદાજમાં એક પોસ્ટ મુકી ખુશી વ્યક્ત કરી હતી.
કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે જેની ખુશીમાં તેણે એક પોસ્ટ શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ પણ રિએક્શન આપવાનું શરૂ કરી દીધુ છે. કરીનાએ માર્ચ 2020માં આ પ્લેટફર્મ જોઇન કર્યું હતું. એવામાં તેનાં પર્સનલ અને પ્રોફેશનલ પોસ્ટનો આ વીડિયો બનાવી તેણે શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસની ઇન્સ્ટાગ્રામ પર એક વર્ષની જર્ની જોવા મળી રહી છે.
પણ આ બધાની વચ્ચે ફેન્સ કરીનાને તેનાં બીજા બાળકની તસવીર શેર કરવાં કહી રહ્યાં છે. કરીના એક વર્ષ પૂર્ણ થતા તેનાં બીજા બાળકની ઝલક શેર કરશે તેમ ફેન્સને લાગતું હતું પણ તેણે એમ ન કર્યું
કરીનાની આ પોસ્ટ પર તેનાં ઘણાં ફેન્સે બીજા બાળકની તસવીર શેર કરવાં જણાવ્યું હતું. કરીના અને સૈફ અલી ખાને ગત મહિને એટલે કે ફેબ્રુઆરીમાં તેમનાં બીજા બાળકનું સ્વાગત કર્યું. 21 ફેબ્રુઆરીનાં તેમનાં બીજા બાળકનો જન્મ થયો હતો. તેઓએ વર્ષ 2016માં તૈમૂરને જન્મ આપ્યો હતો.