નવી દિલ્હી : રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની સેમિફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજોને 12 રને હરાવીને ઈન્ડિયા લિજેન્ડ્સે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ કેપ્ટન બ્રાયન લારાએ 28 બોલમાં 46 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને વિજય અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. જો કે, બ્રાયન લારા અને સચિન તેંડુલકર ફરી એકવાર ચાહકો માટે મેદાનમાં રૂબરૂ રમતા જોવા આનંદની લાગણીથી ઓછું ન હતું.
સચિન તેંડુલકર અને બ્રાયન લારાની મિત્રતા પણ મેદાન પર સેમિ ફાઇનલ મેચ દરમિયાન જોવા મળી હતી. સચિન તેંડુલકરની મજાક ઉડાવવા માટે બ્રાયન લારાએ તેને બેટિંગ દરમિયાન માર્યો હતો. સચિન તેંડુલકર પણ પીછેહઠ ના કર્યો અને તેણે બ્રાયન લારા સાથે મજાક પણ કરી.
https://twitter.com/cric_zoom/status/1372233528465793029
ઇન્ડિયા લેજેન્ડર્સને જીત મળી
જોકે આ બંને ખેલાડીઓએ એક બીજાને શું કહ્યું તે જાણી શકાયું નથી. પરંતુ બ્રાયન લારા અને સચિન તેંડુલકર એકબીજા સાથે મજાક કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સેમિ ફાઇનલ મેચમાં, ભારત લિજેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા સચિન તેંડુલકરની અડધી સદી અને યુવરાજ સિંહની 49 રનની ઇનિંગને કારણે 218 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બ્રાયન લારાએ 46 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ટીમને જીત અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ વેસ્ટ ઇન્ડીઝના લિજેન્ડ્સ 20 ઓવરમાં 206 રન બનાવી શક્યા હતા અને મેચ 12 રને હારી ગયા હતા.