મુંબઈ : ડાયરેક્ટ – ટૂ – ડિજિટલ થ્રિલર ‘એ થર્સડે’થી નેહા ધૂપિયાનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે. આરએસવીપી મૂવીઝે નેહાની તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એસીપી અલ્વારેઝના પાત્રમાં નેહા ધૂપિયા શહેરમાં એક નવી કોપ આવી છે.’
ફોટામાં નેહાના લુક વિશે વાત કરવામાં આવે તો તે પેન્ટ્સ, શર્ટ અને બ્લેઝરમાં તેના પાત્ર માટે પરફેક્ટ લાગી રહી છે. નેહાએ તેના પાત્ર સાથે રોલ્ડ સ્લીવ્ઝ, એવિએટર્સ અને ઉપર બાંધેલા વાળ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન બેહઝાદ ખંભાટાએ કર્યું છે.
જણાવી દઈએ કે અભિનેત્રી યામી ગૌતમ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. યામી તેમાં પ્રથમ વખત ગ્રે પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં, તે એક પ્લે સ્કૂલની શિક્ષિકાની ભૂમિકા ભજવે છે જે 16 બાળકોને બંધક બનાવે છે.
આ ફિલ્મમાં નેહા અને યામીની સાથે ડિમ્પલ કાપડિયા, અતુલ કુલકર્ણી, માયા સારા જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે. મહત્વનું છે કે, આરએસવીપી અને બ્લુ મંકી ફિલ્મ્સ દ્વારા નિર્માણ થયેલ ‘એ થર્સડે’ 2021 માં ડિજિટલી રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ થયું છે.