મુંબઈ : પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર કામ કરનાર અન્ય એક એક્ટર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભીડે ઉર્ફે મંદાર ચંદવાકરને પણ કોરોના ચેપ લાગ્યો છે. તેમણે ખુદ એક વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે. હાલમાં તે ઘરે ક્વોરેન્ટીન છે.
વીડિયોમાં ચંદવાકરે કહ્યું છે કે, તેઓ ડોકટરો દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓએ પોતાને અલગ રાખ્યા છે. તેમણે વધુમાં વધુ માસ્ક પહેરવાની અને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે સંપૂર્ણ રીતે ફીટ છે પરંતુ તેણે નિયમોનું કડક પાલન કરવું પડશે.
એક ઇન્ટરવ્યૂમાં ચંદવાકરે કહ્યું હતું કે, “મને શરદી નથી, પણ ગઈ કાલની પૂજા કરતી વખતે મને કપૂરની ગંધ નહોતી આવી. મને ખબર પડી કે મને કંઈપણ ગંધ નથી આવતી, તેથી મારો કોરોના ટેસ્ટ કરાવ્યો, જે ટેસ્ટ કર્યા પછી તે પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળતા મેં તરત જ તારક મહેતાની આખી ટીમને ફોનકોલ કરીને કહ્યું – જ્યાં સુધી હું સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી હું શૂટિંગમાં ભાગ લઈશે નહીં.
તમને જણાવી દઈએ કે સુંદરલાલ ઉર્ફે મયુર વાકાણી થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. વાસ્તવિક જીવનમાં પણ મયુર વાકાણી દયાબેનનો ભાઈ છે.