મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન થોડા સમય માટે ફિલ્મ્સથી દૂર રહી શકે છે પરંતુ તેમનું સ્ટારડમ હજી અકબંધ છે. બચ્ચન પરિવારની પુત્રવધૂ બન્યા બાદથી ઐશ્વર્યાની જિંદગી પણ અમુક હદે બદલાઈ ગઈ છે. ઐશ્વર્યા હવે પોતાની પુત્રી અને પરિવારને વધુને વધુ સમય આપવા માંગે છે. ઐશ્વર્યાએ અભિનેત્રીની સાથે સાથે એક આદર્શ પુત્રવધૂ, પત્ની અને માતા પણ છે. તે તેના પરિવારને સાથે રાખે છે.
તાજેતરમાં જ ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પુત્રી આરાધ્યાની ખુશી માટે કંઇ પણ કરી શકે છે. તેમણે કહ્યું, “આરાધ્યા ધીરે ધીરે મોટી થઈ રહી છે. અહીંની રીતો શીખી રહી છે. હું ઇચ્છું છું કે તેણી માટે તે બધું કરું જેની તે હકદાર છે.” ઐશ્વર્યાએ વધુમાં કહ્યું કે, જો મને તક મળશે તો હું ચોક્કસપણે ઇવેન્ટને અને શૂટિંગ તેના માટે ફિક્સ કરીશ.
પુત્રી આરાધ્યા માટે આ મોટી વાત કહી
ઐશ્વર્યાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “ઘણી વખત તમે એ બધું નથી કરી શકતા જે બાળકો તેના બાળપણમાં કરે છે. તમારા બાળકો માટે તમારા મનમાં ક્યાંક ક્યાંક આ ભાવના છે. હું આરાધ્યા જ્યારે મોટી થાય ત્યારે ઇચ્છું છું કે તેને તમામ સુખ સુવિધા મળે. તેને કોઈ સમસ્યા ન થાય.” ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બચ્ચન પરિવાર લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન આરાધ્યાએ તેની માતા ઐશ્વર્યા અને પાપા અભિષેક સાથે ‘દેશી ગર્લ’ પર ડાન્સ કર્યો. આ વીડિયોમાં આરાધ્યા જોરદાર ડાન્સ પરફોર્મન્સ આપતી જોવા મળી હતી. તે જ સમયે, આ વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.