અમદાવાદમાં વાયણા ગામ નજીક આવેલા કરોડો ની કિંમત ના પ્લોટ મુદ્દે છેલ્લા દિવસો માં ભારે રાજકારણ ગરમાયુ છે અને અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. નવી રાજપથ કલબ પાસેના 4 પ્લોટ કોના તે મુદ્દે કોંગ્રેસ માં વિવાદ ઉભો થયો હોવાની વાત ચર્ચામાં છે.
ઉંચી કિંમતના ચાર પ્લોટ કોંગ્રેસ પાર્ટીની પ્રોપર્ટી હોવાની એક તરફ વાત છે. પરંતુ એક પરિવાર આ પ્લોટ પર દાવો કરી રહ્યો હોવાનું કહેવાય છે સાથે જ એક IT સેલના એક નેતા નું નામ પણ ચર્ચામાં રહ્યું હતું જોકે, આ બાબતે ચોક્કસ માહિતી બહાર આવી નથી પણ તપાસ થાય તો આખું ગફલુ બહાર આવી શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે,આ લફડુ સામે આવ્યું જ છે ત્યારે ભૂતકાળ માં કોંગ્રેસ ના ‘ઘર કા ઘર’ સ્કીમ માં પેન ડ્રાઇવ ડેટા એંટ્રી વખતે સાત લાખ ની રકમ વાળું પ્રકરણ પણ ફરી સપાટી ઉપર આવ્યું છે અને યેનકેન રીતે ક્યાંક ને ક્યાંક તે વ્યક્તિ આ મેટર માં કનેક્શન ની વાતો પણ સંભળાઈ રહી છે.