મુંબઈ : આજે કંગના રનૌતનો જન્મદિવસ છે અને આ ખાસ પ્રસંગે તેની ફિલ્મ તેજસનો ફર્સ્ટ લુક રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગનાએ એરફોર્સ ઓફિસરની ભૂમિકા નિભાવી છે. તેના પાત્રની પહેલી ઝલક આજે રજૂ થઈ છે.
જે તસવીર બહાર આવી છે તેમાં કંગના એરફોર્સના ડ્રેસમાં છે, બેઠી છે અને હસી રહી છે. આરએસવીપી મૂવીઝે આ તસવીર રજૂ કરી છે અને કંગનાને જન્મદિવસની ખૂબ શુભેચ્છા પાઠવી છે.
Dear #Tejas,
Spread your wings and soar high, today and always. ✈️Wish you a very happy birthday @KanganaTeam!@sarveshmewara1 @RonnieScrewvala @nonabains#HappyBirthdayKanganaRanaut pic.twitter.com/8xQOfSFpZg
— RSVP (@RSVPMovies) March 23, 2021
તમને જણાવી દઇએ કે કંગનાએ થોડા દિવસો પહેલા આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે. ‘તેજસ’ની ટીમે રાજસ્થાન જતા પહેલા દિલ્હીનું શેડ્યૂલ પૂર્ણ કર્યું હતું.
Just to wear the uniform is not enough, it’s important to live through their struggles and hardships to know what it takes to have muscles of iron and nerves of steel #Faujilife #Tejas
Training to be worthy of the uniform. Jai Hind @sarveshmewara1 @RSVPMovies @nonabains pic.twitter.com/fBH6c9b2TU— Kangana Ranaut (@KanganaTeam) March 4, 2021
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડા કરી રહ્યા છે, જે આ ફિલ્મથી દિગ્દર્શક પદની શરૂઆત કરી રહ્યો છે.
આજે જન્મદિવસના વિશેષ પ્રસંગે કંગનાની ફિલ્મ થલાઈવીનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 23 એપ્રિલના રોજ રીલિઝ થશે.