સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરે પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીની ૩૩મી પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઇન્દિરા ગાંધીને યાદ કરતા લતાજીએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીને સંગીતમાં ખુબજ દિલચસ્પી હતી તેઓ ખુબ સારા ગીતો ગાતા હતા. લતા મંગેશકરે tweet કરી કહ્યું હતું કે તેઓ ભારતનાં એક માત્ર તેમજ પ્રથમ મહિલા પ્રધાન મંત્રી હતા .હું તેમને અંતઃકરણથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
લતાજીએ ઇન્દિરા ગાંધી સાથેની પોતાની એક તસ્વીર પણ શેર કરી હતી. તેમણે કહ્યું કે મારે તેમની સાથે બહુ સારા સમ્બન્ધો હતા.
ઇન્દિરા ગાંધીની ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪માં તેમના બોડીગાર્ડે ગોળી મારી કરપીણ હત્યા કરી હતી. જાન્યુઆરી ૧૯૬૬થી ૧૯૭૭ સુધી ત્યાર બાદ ૧૪ જાન્યુઆરી,૧૯૮૦થી મૃત્યુ પરંત તેઓ પ્રધાનમંત્રી પદે રહ્યા હતા.