એરટેલ અને કાર્બન મળીને હાલમાં જ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. હકિકતમાં સસ્તો 4 G હેડસેટ લાવવા માટે દરેક ટેલિકોમ કંપનીઓ મેદાનમાં ઉતરી પડી છે. જિયો બાદ એરટેલ અને કાર્બને 1,399 રૂપિયાની ઈફેક્ટિવ પ્રાઈસ પર કાર્બન A 40 Indian લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનને એરટેલની વેબસાઈટ પરથી ખરીદી શકાય છે.
શરતો મુજબ 18 મહિના સુધી આ ફોનને યુઝ કરશો તો તમને 500 રૂપિયા મળશે. અને 36 મહિના યુઝ કરશો તો કંપની 1000 રૂપિયા આપશે. આ સાથે જ તમારે દરમહિને 169 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે, જેમાં ડેટા અને કોલિંગ મળશે.
કાર્બન A 40માં 4 ઈંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. જે એન્ડ્રોઈડ 7.0 નૂગટ પર ચાલે છે. તેમાં એરટેલના પ્રી લોડેડ એપ્સન આપેલા છે. માય એરટેલ, એરટેલ ટીવી, વિંક મ્યૂઝિક અને અન્ય એપ્સ મળશે. તેમાં 1.3 GHzનું પ્રોસેસર આપવામાં આવ્યું છે અને 1 GB રેમ છે. આ ફોનમાં 8 GBની ઈન્ટરનલ મેમરી છે. જેને 32 GB સુધી વધારી શકાય છે.
આ ફોનમાં બે સિમ સ્લોટ છે અને તે 4 G/3 G/2 G કનેક્ટિવિટી સાથે વોલ્ટ ફીચર પણ છે. બીજી કનેક્ટિવિટી તરીકે તેમાં વાઈફાઈ અને બ્લૂટૂથ આપ્યું છે. બેસિક ફોટોગ્રાફી માટે તેમાં 2 મેગાપિક્સલનો કેમેરા અને 0.3 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપ્યો છે.આ સ્માર્ટફોન 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. અને તેની સાથે સ્ટાન્ડર્ડ સ્માર્ટફોનની જેમ જ એક વર્ષની વોરંટી આપવામાં આવશે.