મુંબઈ: નેહા કક્કર સૌથી પ્રિય સેલિબ્રિટી માની એક છે. તેની ગાયકીની કોઈ સિમા નથી. નેહાએ ગયા વર્ષે ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી. તેમના લગ્ન થયા બાદથી રોહનપ્રીત અને નેહા ઘણીવાર ઇંસ્ટાગ્રામ પર પોતાની રોમેન્ટિક પળો શેર કરતા હોય છે. હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ લગ્ન પછી પહેલી હોળી પૂર્વ ઉજવણી કરતા જોવા મળે છે.
વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે નેહા કક્કર પતિ રોહનપ્રીત સાથે પૂલમાં મજા કરી રહી છે. ટોનીના નવા ગીત સૂટ તેરા ટાઇટ પર ડાન્સ પણ કરી રહ્યી છે. આ વીડિયોમાં નેહુપ્રીતનો પ્રેમ અને તેની કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ રહી છે. નેહા કક્કરે વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘મારું પિચકારી હોકે લેફ્ટ, હોકે રાઇટ. પરિવારજનો સાથે ઘરે હોળીની પૂર્વ મજા કરી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં નેહા કક્કર અને રોહનપ્રીતનાં લગ્ન થયાં.
વર્કફ્રન્ટની વાત કરીએ તો નેહા કક્કર આ દિવસોમાં ટીવી શો ઇન્ડિયન આઇડોલમાં જજ તરીકે દેખાઈ રહી છે. થોડા દિવસો પહેલા નેહા કક્કરનું નવું ગીત રિલીઝ થયું હતું. ‘ઓર પ્યાર કરના હૈ’ ગીત માર્ચ મહિનામાં રજૂ થયું હતું. ગુરુ રંધાવા અને નેહા કક્કરનું આ પ્રેમ ગીત સઈદ કાદરીના શબ્દો સાથે ટી-સીરીઝ યુટ્યુબ ચેનલ પર રજૂ કરાયું હતું.