અમદાવાદ શહેરમાં વી.એસ.હોસ્પિટલ પાસે આવેલ કામધેનુ ડેરીમાં ગઈકાલે સવારના સમયે એક્સપાયેરી ડેટ થઈ ગયેલા બિસ્કિટ અને અન્ય ખાવાની ચીજ વસ્તુઓ મળી આવવાની ચર્ચા જોર શોરમાં ઉઠી હતી જે બાબત ને લઈ સત્ય ડે ન્યૂઝ ની ટીમ દ્વારા બિસ્કિટ ક્યાંથી આવ્યા કયા ડિસ્ટ્રીબ્યુટરે મોકલ્યા તે બાબતને લઈ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા પરંતુ અમદાવાદ મનપા ના હેલ્થ ખાતામાં કોઈજ પ્રકાર ની કંમ્પ્લેઇન થયેલ ન હતી તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાલડી વોર્ડના ભ્રષ્ટ અધિકારી સંજય દવે અને નિખિલ ચૌહાણ દ્વારા આ ડેરી ઉપર જઈ ને મસમોટો તોડ કર્યા ની ચર્ચા વાયુવેગે ફરી રહી છે.
આ બાબત ની વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી પ્રમાણે પાલડી વોર્ડના હેલ્થ ખાતાના એસ.આઈ. સંજય દવે આજે પોતાની રજા હોવા છતાં પણ આ દુકાન માં રેડ કરવા ગયા હતા અને સાથે નિખિલ ચૌહાણ પણ હતા જ્યારે આ બાબત માં ફૂડ વિભાગ ની હાજરી જરૂરી હોવા છતાં પણ હેલ્થ ખાતાના બને અધિકારી ફૂડ ખાતા ના કોઈ જ અધિકારી ને સાથે લીધા વગર રેડ કરી દીધી હતી અને ગંદકી માટે નો 500 રૂપિયા નો મેમો આપી દીધો હતો અને બાકી કેટલા કેટલા રૂપિયા નો તોડ કર્યો તે તો હવે આ બને અધિકારીઓ ની ઉપરી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો જ દૂધ નું દૂધ અને પાણી નું પાણી થાય એવું છે કારણ કે છેલ્લા ઘણા વર્ષો થી આ બને અધિકારીઓ દ્વારા પાલડી ના ધંધો કરતા નાના વેપારીઓ ને બાન માં લઇ ને મસ મોટા રૂપિયા ઉઘરાવી રહ્યા છે પણ પાલડી વોર્ડ માં આવેલ અનેક ગેરકાયદેસર હોટલો ઉપર કોઈ જ કાર્યવાહી નહીં કરવા માં માહિર સંજય દવે અને નિખિલ ચૌહાણ ની વિજિલન્સ તપાસ થાય અને તેમની નોકરી કાળ માં કેટલી સંપતિઓ વસાવી તે સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો આ અધિકારીઓ ખુલ્લા પડે તેમ છે બાકી જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલતા હે બનતા હે ની નીતિ અપનાવશે તો આવા હજુ ઘણા વેપારીઓ આ સંજય દવે અને નિખિલ ચૌહાણ નો ભોગ બને તો નવાઈ નહીં.
