સીમરન બાદ કંગના રનૌત તેની આગામી ફિલ્મ મણીકર્ણિકા- ધ ક્વીન ઓફ ઝાંસીના શુટીંગમાં વ્યસ્ત છે. જયપુરમાં હાલ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના સેટ પરથી કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં કંગના મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. કંગના આ ફિલ્મમાં રોયલ પાત્ર નિભાવે છે.
કંગના આ ફોટાઓમાં પાઘડી અને હાથમાં તલવાર ઉઠાવી એક દમ યોદ્ધા માફક લાગી રહી છે. આમ પણ કંગના તેની ફિલ્મમાં જાન રેડી દે છે. પોતાની અભિનય ક્ષમતાથી અવારનવાર બધાને મંત્ર મુગ્ધ કરી દે છે. જોવાનું એ છે આ ફિલ્મમાં તેનો કેટલો જાદુ ચાલશે આ ફોટામાં કંગના સફેદ અને ગોલ્ડન કલરના રજવાડી પોશાકમાં એક દમ રાણી જેવી શોભી રહી છે. તેનો ઠસ્સો જોરદાર છે. આપને જણાવી દઉં કે ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ જયપુરના આંબેર કિલામાં થયું છે, આગળનું શુટિંગ જોધપુરમાં થશે.
આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યોને ખુબજ ભવ્ય રીતે ફિલ્માવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કંગનાને કેટલીક વખત લાગ્યું પણ હતું કેમકે મોટા ભાગના સ્ટંટ કંગના ખુદ કરી રહી છે. રાણી લક્ષ્મીબાઈ ની ભૂમિકા નિભાવતા કંગનાએ જણાવ્યું કે હું આ ફિલ્મમાં એક ઉદ્ધત મહારાણીની ભૂમિકા નિભાવું છું જે ખુબજ મજબુત અને જુસ્સાવાળી સ્ત્રી છે. રાણી લક્ષ્મીબાઈએ ખુબજ નાની ઉમરમાં લડાઈ લડી હતી આ ભૂમિકા માટે ફક્ત મેકઅપ કરી લેવો કે કપડા પહેરીલેવા એટલું કાફી નથી. આ ભૂમિકા નિભાવતા થોડીક ચોટ લાગે કે પછી થોડી મુશ્કેલી પડે તો કઈ ખોટું નથી.