નવી દિલ્હી : સેન્સેક્સની ટોચની 10 કંપનીમાંથી સાત કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) ગયા અઠવાડિયે સામૂહિક રૂ. 1,07,566.64 કરોડ ઘટ્યો છે. આ નુકસાનનો અડધો ભાગ એકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ઉઠાવવો પડ્યો હતો. બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ સપ્તાહ દરમિયાન 849.74 પોઇન્ટ અથવા 1.70 ટકા તૂટ્યો.
ટોચની 10 કંપનીઓમાં ફક્ત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ) અને એચડીએફસીએ તેમના બજાર મૂલ્યાંકનમાં વધારો કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન સમીક્ષા હેઠળના સપ્તાહમાં રૂ. 55,565.21 કરોડ ઘટીને રૂ.12,64,243.20 કરોડ થયું છે. બજાજ ફાઇનાન્સની માર્કેટ પોઝિશન 16,197.55 કરોડ રૂપિયા ઘટીને 3,12,327.04 કરોડ રૂપિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ .12,494.45 કરોડ ઘટીને રૂ. 3,18,697.88 કરોડ થઈ છે.
કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન 11,681.66 કરોડ રૂપિયા ઘટીને 3,51,272.18 કરોડ અને આઈસીઆઈસીઆઈ બેંક રૂ .5,467.63 કરોડ ઘટીને રૂ .4,00,093.61 કરોડ થયું છે. ઈન્ફોસિસની માર્કેટ પોઝિશન 3,751.92 કરોડ રૂપિયા ઘટીને 5,69,352.11 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. એચડીએફસી બેંકનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ .2,408.22 કરોડના નુકસાનથી ઘટીને રૂ. 8,22,616.51 કરોડ થયું છે.
આ વલણથી વિપરીત, ટીસીએસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 1,812.54 કરોડ વધીને 11,34,924.45 કરોડ રૂપિયા થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટ કેપ રૂ. 364.19 કરોડ વધી રૂ .5,43,924.22 અને એચડીએફસી રૂપિયા 62.77 કરોડ વધીને રૂ. 4,56,741.20 કરોડ થઈ છે.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે ટીસીએસ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, આઈસીઆઈઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.