મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તે પોતાની રૂટિન લાઇફના ફોટા અને વીડિયો શેર કરે છે. આ ફોટો અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. તેનો એક એવો વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે બતાવ્યું કે તેના પૂર્વ પતિ અરબાઝ ખાને તેના માટે એક ખાસ ગિફટ મોકલી છે.
મલાઇકા અરોરાએ આ વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ વીડિયોમાં કેરીનું બોક્સ દેખાય છે. તેના પૂર્વ પતિ અરબાઝ ખાને ભેટ તરીકે સ્વાદિષ્ટ કેરીનો ડબ્બો મોકલ્યો છે. આ માટે મલાઇકાએ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને ચાહકોને પણ કહ્યું હતું કે કોઈપણ આ કેરીઓ ઓનલાઈન ઓર્ડર આપી શકે છે.
ભેટ માટે આભર વ્યક્ત કર્યો
મલાઈકાએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, “આ કેરીઓ માટે અરબાઝનો આભાર. તમે આને ઓનલાઈન ઓર્ડર આપી શકો છો.” અરબાઝ અને મલાઈકા હવે સાથે નથી રહેતા. બંનેના લગ્નના 18 વર્ષ પછી પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. જો કે, બંનેએ ક્યારેય છૂટાછેડાનું કારણ જાહેર કર્યું નથી અને ન તો જાહેરમાં આ વિશે વાત કરી હતી.