પુણે : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમ 48.2 ઓવરમાં 329 રનમાં સમેટાઇ ગઇ હતી. ઇંગ્લેન્ડને જીતવા માટે 330 રનનો લક્ષ્યાંક મળ્યો છે.
આ મેચમાં ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી. બંને શરૂઆતના ખેલાડીઓ શિખર ધવન અને રોહિત શર્માએ 100 થી વધુ રનની ભાગીદારી કરી હતી. જો કે, આ પછી ટૂંક સમયમાં શરૂઆતની જોડી ધરાશાયી થઈ. રોહિત શર્મા (37), ધવન (67) અને કેપ્ટન કોહલી માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી કેએલ રાહુલ પણ કંઈ ખાસ બતાવી શક્યો નહીં અને 7 રન બનાવી મોઇન અલીનો શિકાર બન્યો. જોકે, બાદમાં હાર્દિક પંડ્યા અને ઋષભ પંત વચ્ચે સારી ભાગીદારી થઈ હતી. પંતે 62 બોલમાં 78 અને પંડ્યાએ આતિશી શૈલીમાં 44 દડામાં 64 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યા (25), શાર્દુલ ઠાકુર (30) રન બનાવીને આઉટ થયો હતો.
ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આદિલ રાશિદને 2 સફળતા મળી હતી. રીસ ટોપલે, સેમ કરન, બેન સ્ટોક્સ, મોઇન અલી અને લીયામ લિવિંગસ્ટોનને એક-એક વિકેટ મળી.
છેલ્લી વનડેમાં ટી.નટરાજનને કુલદીપ યાદવની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડે ફાસ્ટ બોલર માર્ક વુડની જગ્યાએ પ્લેઈંગ ઇલેવનમાં ઓલરાઉન્ડર ટોમ કારેનની જગ્યાએ સ્થાન મેળવ્યું હતું. જે ટીમ આ મેચ જીતે છે તે વનડે શ્રેણી તેના નામે લેશે. અત્યારે બંને ટીમો શ્રેણીમાં 1-1થી આગળ છે.
ઇંગ્લેંડ પ્લેઇંગ ઇલેવન: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, મોઇન અલી, સેમ કારેન, ડેવિડ મલાન, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિગસ્ટોન, આદિલ રશીદ, રીસ ટોપલે અને માર્ક વુડ.
ભારતીય પ્લેયિંગ ઈલેવન: રોહિત શર્મા, શિખર ધવન, હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા અને ટી નટરાજન.