બહુચર્ચિત સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર અને પહેલુ ગીત ઘૂમર રીલીઝ થઈ ગયું છે અને કહેવું પડે, સંજય લીલા ભણશાલીએ તેમના ચાહકોને બિલકુલ નિરાશ નથી કર્યા. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર એ ત્રણેયે શાનદાર પરફોર્મન્સ આપીને ઑડિયન્સના દિલ જીતી લીધા છે.આ ગીતે ખુબજ ધૂમ મચાવી છે. લોકો આ ગીતને વારંવાર જોઈ રહ્યા છે. ગયા અઠવાડિયે આ ફિલ્મનું ઘૂમર સોંગ રીલીઝ થયુ હતુ અને તેણે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. આ ગીતમાં દીપિકાના કોશ્ચ્યુમ્સ, ડાન્સથી માંડીને સેટ ડિઝાઈન સુધી બધુ જ ઓડિયન્સને ખૂબ જ પસંદ આવ્યું હતું. જો તમને પણ ઘૂમર ડાન્સ ખૂબ જ પસંદ પડ્યો હોય તો તમારા માટે એક સારા સમાચાર છે.
સંજય લીલા ભણશાલી ટૂંક જ સમયમાં રણવીર સિંહના અલ્લાઉદ્દીન ખિલજીના પાત્રને દર્શાવતુ સોન્ગ ખલી બલી રીલીઝ કરવા જઈ રહ્યા છે. આ ગીત બાજીરાવના મલ્હારી સોન્ગને પણ ટક્કર આપે એવું હશે.
ખલીબલી એ ખિલજીના વિજયને દર્શાવતુ ગીત હશે. આ ગીત જે ભવ્યતાથી શૂટ કરવામાં આવ્યું છે તેનો કોઈ જોટો જડે તેમ નથી. આ ફિલ્મમાં તમને ખિલજીના પાત્રની એક અલગ જ ઝલક જોવા મળશે. આ ગીત ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે. તે બે જ ટેકમાં આ ગીત રેપ અપ કરવા માંગતો હતો પણ પરફેક્શનિસ્ટ ભણશાલીએ 10 ટેકની માંગ કરી હતી.