મુંબઈ : અભિનેત્રી મૌની રોયને અધ્યાત્મમાં ખૂબ રસ છે. તેણે તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જે એકદમ વાયરલ થઈ રહી છે. આ તસવીરો ઈશા યોગ સેન્ટરની છે. આમાંના એકમાં તે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુગુરુ જગ્ગી વાસુદેવ સાથે પણ જોવા મળે છે.
સદ્દગુરુ સાથેની તેની તસવીર શેર કરતાં મૌની રોયે લખ્યું, ‘મારે દરેક વખતે ઘણું કહેવાનું હોય છે, પરંતુ સદ્ગુગુરુને મળી ત્યારથી જ મને શાંતિની અનુભૂતિ થઈ રહી છે. મને કંઈ જ બોલવાની અથવા કંઇક કરવાની જરૂર નથી લાગતી. મારે શું લખવું જોઈએ અથવા મારે શું કહેવું જોઈએ તે પણ સમજી શકતી નથી.
અભિનેત્રીએ લખ્યું, ‘હું તમને ખુબ પ્રેમ કરું છું સદ્ગુગુરુ. અમે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ કે તમે આ પૃથ્વી પર છો. આ સાથે મૌનીએ ઇશા હોમ સ્કૂલની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
મૌની રોયનો આધ્યાત્મિકતા તરફનું વલણ પહેલા પણ ઘણા પ્રસંગોએ સામે આવ્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે પણ મૌની શિવલિંગની પૂજા કરતી તસવીરો એકદમ વાયરલ થઈ હતી. આ તસવીરો સાથેના કેપ્શનમાં મૌનીએ મહામૃત્યુંજય મંત્ર પણ લખ્યો હતો.
તમને જણાવી દઈએ કે, મૌનીએ 2006 માં સિરિયલ ‘કયોકી સાસ ભી કભી બહુ થી’ ના કારણે કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ‘દેવોં કે દેવ મહાદેવ’ અને ‘નાગિન’ જેવા ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. મૈને અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં પણ કામ કર્યું છે. તે ટૂંક સમયમાં ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.