ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 દિવસ થી કોરોના બેકાબૂ બની ગયો છે અને દિનપ્રતિદિન કોરોના કેસનો આંકડો અનેક નવા રેકોર્ડ નોંધાઇ રહ્યા છે ત્યારે અમદાવાદ ની IIM ઇન્સ્ટિટ્યૂટ માં કોરોના નો બૉમ્બ ફાટ્યો છે અને 200 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.ત્યારે આજે ગુજરાત સરકાર કોરોના વાયરસના વધતા સંક્રમણ ને નાથવા GPSC ની પરીક્ષા ની તારીખ બદલી દેવામાં આવી છે અને નવી તારીખ જાહેર કરવા માં આવી છે તો અનેક વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે જો સરકાર દ્વારા અમારી પરીક્ષા ની તારીખ બદલવામાં આવતી હોય તો આવનારી 18 તારીખ ની ગાંધીનગર ની મનપા ની ચૂંટણી ની તારીખ પણ કેમ ના બદલાય જેવા અનેક વિરોધ જોવા મળી રહ્યા છે.
