મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર બપ્પી લહિરીને કોરોનાથી ચેપ લાગ્યો છે. અહેવાલો અનુસાર તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંગીતકાર બપ્પી લહિરીના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી છે.
બાપ્પી દાને છે કોરોનાનાં લક્ષણો : દીકરી
તે જ સમયે, બપ્પી લહિરીની પુત્રી રેમા લહિરી બંસલે આ કેસમાં વધુ માહિતી આપતા કહ્યું કે, “બપ્પી દા સતત કોરોના માર્ગદર્શિકાનું પાલન કરે છે અને તમામ સાવચેતી રાખે છે, પરંતુ તેમ છતાં, તેમને કોરોનાથી ચેપ લાગ્યો છે.” તેમણે કહ્યું કે, “બપ્પી દામાં કોરોનાનાં કેટલાક લક્ષણો છે તે જોતાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” તેણે કહ્યું કે, “તેની ઉંમરને ધ્યાનમાં રાખીને, આખા પરિવારે તેમને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય કર્યો છે.”
સંપર્કમાં આવેલા તમામ લોકોને રિપોર્ટ કરાવવાની અપીલ
રેમા લહિરીએ કહ્યું, “બપ્પી દા ટૂંક સમયમાં ઘરે પરત આવશે.” તેમણે બપ્પી દાના પ્રિયજનોનો પણ આભાર માન્યો અને કહ્યું, “તેમના માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર.” રેમા સહિતના બપ્પી દાના પરિવારે આ દિવસોમાં તેમની સાથે સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને અપીલ કરી છે.
Veteran music composer Bappi Lahiri has been admitted to Mumbai's Breach Candy Hospital after testing positive for #COVID19, confirms the singer's spokesperson
(Picture source: Bappi Lahiri's Instagram account) pic.twitter.com/FMwe1PVsfq
— ANI (@ANI) March 31, 2021
ચાહકોની પ્રાર્થનાની જરૂર – બપ્પી દાના પ્રવક્તા
બપ્પી દાના પ્રવક્તા કહે છે, “આ સમયે, બપ્પી દાને ફક્ત તેના ચાહકોની પ્રાર્થનાની જરૂર છે.” તેમણે કહ્યું કે બપ્પી દા ઈચ્છે છે કે તમામ લોકો કોરોના નિયમોનું પાલન કરે અને સ્વસ્થ રહે.