મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ઘણા સમયથી રૂપેરી પડદેથી દૂર હતો પરંતુ તે પોતાના ચાહકોથી દૂર રહ્યો નથી. શાહરૂખ જાણે છે કે ચાહકો તેની તાકાત છે, તેથી તે હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલ રહે છે. શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણ જલ્દી રૂપેરી પડદે હિટ થવાની તૈયારીમાં છે અને આ દરમિયાન તેણે ટ્વિટર પર #AskSRK સત્ર શરૂ કર્યું જેમાં તેના ચાહકો શાહરૂખ ખાનને કોઈ પ્રશ્ન પૂછી શકે અથવા તમે એમ કહી શકો કે શાહરૂખ ખાને તેના ચાહકોને પ્રશ્નો પૂછવાની તક આપી છે.
શાહરૂખ ખાને તેના ચાહકો સાથે સીધો સંપર્ક કર્યો અને લોકોને તેમના જટિલ પ્રશ્નોના જવાબો પણ આપ્યા. શાહરૂખના ચાહકોએ તેમને તમામ પ્રકારના પ્રશ્નો પૂછ્યા અને આ સત્રમાં એક પ્રશંસકે જુદા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો. તેણે પૂછ્યું, ‘છોકરી પટાવા માટે કેટલીક ટીપ્સ આપો.’
શાહરૂખ ખાનને રોમાંસનો કિંગ કહેવામાં આવે છે. શાહરૂખ ખાને તેના ચાહકો દ્વારા પૂછેલા સવાલનો જવાબ આપતા કહ્યું છે કે, પહેલા ‘પટાના ‘શબ્દનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. તમે વધુ નમ્ર અને આદર સાથે પ્રયાસ કરો.
Start with not using the word ‘Patana’ dor a girl. Try with more respect gentleness and respect. https://t.co/z1aJ0idK0t
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021
શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મો ફ્લોપ થયા બાદ શાહરૂખ ખાને ટૂંકા વિરામ લીધો હતો. પરંતુ હવે શાહરૂખ ખાન ફિલ્મના પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો.