મુંબઈ : સારા અલી ખાને તાજેતરમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું હતું અને આ તમામ ફોટોઝમાં તે ગ્લેમરસ દેખાઈ રહી હતી. તાજેતરમાં, મનીષ મલ્હોત્રાએ તેના નવા સંગ્રહને એક નવું નામ આપ્યું છે જે ‘નૂરાનીયત’ છે. આ કલેક્શન માટે અભિનેત્રી સારા અલી ખાને સુંદર ચણીયાચોળી (લહેંગા)માં ફોટોશૂટ કરાવ્યું છે. સારા અલી ખાનની તસવીરો મનીષ મલ્હોત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. અભિનેત્રી શેર કરેલા ફોટામાં તે દુલ્હનથી ઓછી દેખાતી નથી.
મનીષ મલ્હોત્રાના રોયલ ફોટોઝમાં સારા અલી ખાન એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. સારા અલી ખાન આ ફોટોશૂટમાં કોઈ પરીથી ઓછી દેખાતી નથી. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ આ ફોટા શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે, “નૂરાનીયત”, ટૂંક સમયમાં જ ફોટા પર હજારોની સંખ્યામાં લાઇક્સ આવી છે. સારા અલી ખાનના કેટલાક નાના વીડિયો પણ આ આઉટફિટ સાથે વાયરલ થઈ રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 માં જોવા મળી હતી. કુલી નંબર વન નામની ફિલ્મ સારા અલી ખાન સાથે વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ કરી શકી ન હતી. આગામી ફિલ્મ વિશે વાત કરવામાં આવે તો સારા અલી ખાન અક્ષય કુમારની ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળશે. ધનુષ આ ફિલ્મમાં સારા અલી ખાન સાથે મુખ્ય પાત્ર ભજવતો પણ જોવા મળશે