મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ નેતા કિરણ ખેર બ્લડ કેન્સરથી ગ્રસ્ત છે. હાલમાં કિરણ ખેરની સારવાર મુંબઇની એક હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કિરણની તબિયતની જાણકારી તેના પતિ અને અભિનેતા અનુપમ ખેર દ્વારા પણ આવામાં આવી છે અને આશીર્વાદ બદલ ચાહકોનો આભાર માન્યો છે.
અનુપમ ખેરએ ટ્વીટ કર્યું, ‘ઘણી બધી અફવાઓ છે કે પરિસ્થિતિ સુધરતી નથી. સિકંદર અને હું બધાને જણાવવા માંગીએ છીએ કે કિરણના બ્લડ કેન્સરનું નિદાન થયું છે. તેણીની સારવાર હજી ચાલુ છે અને અમને વિશ્વાસ છે કે તે સમય પૂર્વે સ્વસ્થ થઈ જશે. તેને ડોકટરોની સંપૂર્ણ દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
અનુપમે આગળ લખ્યું છે, ‘કિરણ હંમેશા ફાઇટર રહી છે અને પરિસ્થિતિનો સખત સામનો કરે છે. તે ખૂબ જ દયાળુ છે, તેથી તેને ઘણા લોકોનો પ્રેમ મળી રહ્યો છે. તેથી, તમે બધા પ્રાર્થના કરતા રહો. તે જલ્દીથી સ્વસ્થ થવાના માર્ગ પર છે અને અમે બધાના આભારી છીએ અને પ્રેમ કરીએ છીએ.