રીના બ્રહ્મભટ્ટ …
રાહુલ ગાંધી એ ફરી એકવાર ગુજરાતનો દોરો દક્ષિણ ગુજરાતથી શરુ કર્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસરથી એમને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન તેઓ એ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. અને જંગી જાહેરસભા સંબોધી હતી. જેમાં મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા. ત્યારે લોકો એ અને રાજકીય ધુરંધરો એ તે બાબતની નોંધ લીધી હતી કે, રાહુલની વાક્છટા, વાણી અને વર્તનમાં જોરદારનો બદલાવ આવ્યો છે. રાહુલ ગાંધીમાં આવેલ આ બદલાવ લોકોને પણ ખુબ ગમ્યો હોય એમ ઠેર ઠેર માનવ મેદાની જોવા મળી હતી. રાહુલનો આ જુસ્સો જોઈ કોંગ્રેસના કાર્યકરો પણ ઉત્સાહમાં આવી ગયા છે. અને માનવા લાગ્યા છે કે, કોંગ્રેસનો ઘોડો વિનમાં છે.
ત્યારે કોંગ્રેસ આ વખતેનો રંગ જોઈ જીતવા માટે પૂરું જોર લગાવી રહી છે. અને મુખ્તયવે કોંગ્રેસના આ જોર અને જોશ પાછળ જે પરિબળો જવાબદાર છે એમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ મુખ્ય છે. પરંતુ હાર્દિકનો પટેલનો વિડિઓ વાયરલ થયા બાદ પાટીદારોમાં અને લોકોમાં જગાવેલ ચર્ચા બાદ હાર્દિકે પોતાના પરના આક્ષેપ બાદ રાહુલ ગાંધી સામે હુંકાર કરતા સીટો અંગે ચોખવટ કરવા જણાવ્યું હતુ. અને આવું કરવા પાછળ કદાચ એવું ગણિત હોઈ શકે કે, લોકો એમ ના સમજી બેસે કે હાર્દિકે રાહુલ સાથે સેટિંગ કર્યું છે.