કોગ્રેરાહુલ ગાંધી વાપીમાં બૌદ્ધિકો સાથે સંવાદ બાદ હોટેલમાં જમવા માટે પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધી સહિત કોંગી નેતાઓએ ભોજન લીધું હતું.
મળતી માહિતી અનુસાર, વાપી નેશનલ હાઈવે પર આવેલી કાઠિયાવાડી હોટેલમાં ગુરૂવારે રાત્રે અચાનક રાહુલ ગાંધીએ ભોજન લેવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ ભોજન લીધું હતું. જો કે, રાહુલ ગાંધીની અચાનક મુલાકાતને લઈને હોટેલમાં હાજર લોકોમાં થોડીવાર માટે કૂતુહલ સર્જાયું હતુ. રાહુલ ગાંધીને હોટેલમાં જોઈને લોકો રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા, રાહુલ ગાંધીએ પણ હોટેલમાં હાજર લોકો સાથે મુલાકાત કરી હતી. ભોજન લઈને રાહુલ ગાંધી પોતાના સુરક્ષાદળના કાફલા સાથે વાપી તરફ રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી જીન્સ અને ટીર્શટમાં જોવા મળ્યા હતા.