ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ક્યા સમયે ખાવાથી અને ક્યા રોગમાં લાભ મળે છે એ પ્રશ્ન છે. ઉનાળાની ઋતુમાં ડુંગળી ખાવાથી લૂ લાગતી નથી. આ ઉપરાંત હ્રદય સાથે જોડાયેલા રોગોથી લઇ પેટના રોગો સુધીને દૂર રાખવામાં મદદ કરે છે ડુંગળી. એન્ટિબેક્ટીરિયલ ગુણોથી ભરપૂર ડુંગળીને જો રોજ સવારે ભૂખ્યા પેટે ખાવામાં આવે, તો તેનાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને પાચન સંબંધિત બિમારીઓથી પણ શરીર બચી જશે. રાંધ્યા પછી ડુંગળીમાં રહેલ કમ્પાઉન્ડ નષ્ટ થઇ જાય છે, તેથી કાચી ડુંગળી ખાવી લાભકારક છે.
કાચી ડુંગળીમાં કેટલાક ફ્લેવનૉયડ્સ મળે છે, જે શરીરમાં મળતા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે જ લોહીને પણ પાતળું કરવામાં કામ આવે છે. તેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવા જીવલેણ રોગનો ખતરો ઓછો થઇ જાય છે. અનેક વખતે એલરજીના કારણે પણ શ્વાસ સંબંધિત રોગ થઇ જતા હોય છે અને જે લોકોને અસ્થમા છે, તેમના માટે પણ ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીમાં મળતા ફ્લૈવનૉયડ્સ અસ્થમાના દર્દીઓને સહેલાઇથી શ્વાસ લેવામાં પણ મદદ કરે છે. ડાયબીટિઝ અથવા પ્રી ડાયબીટિઝવાળા લોકો માટેપણ ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તે બ્લડ શૂગરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ડુંગળીમાં મળતા સલ્ફર શરીર પર એન્ટીડાયબિટીકની જેમ અસર કરે છે.