અમદાવાદ વિમાન દુર્ઘટના: 60 પરિવારોએ બોઇંગ સામે યુએસ કોર્ટમાં પગલાં લીધા
અમદાવાદ વિમાન દુર્ઘટના સંબંધિત એક મહત્વપૂર્ણ નવો અપડેટ સામે આવ્યો છે. 12 જૂન 2025ના રોજ થયેલી દુર્ઘટનામાં મોતને ભેટેલા 60 પીડિતોના પરિવારોએ અમેરિકાની અદાલતમાં વિમાન નિર્માતા બોઇંગ વિરુદ્ધ કેસ દાયર કરવાનો નિર્ણય લીધો છે. તેઓનો દાવો છે કે આ દુર્ઘટનામાં બોઇંગની બેદરકારી જવાબદાર છે અને દુર્ઘટના પછીની તપાસમાં પારદર્શિતા રાખવામાં નહોતી આવી.
પીડિતોનું કહેવું છે કે તેઓ યુએસ કોર્ટમાં અરજી દાખલ કરીને દુર્ઘટનાની સ્વતંત્ર તપાસ અને કોકપીટ વોઇસ રેકોર્ડર તથા ફ્લાઇટ ડેટા રેકોર્ડરના રેકોર્ડ સુધી મેળવવા માંગે છે. તેઓ માને છે કે આ ડેટાથી અસલ કારણો બહાર આવશે અને તેઓ ન્યાય મેળવી શકશે. પીડિતોના પરિવારોની તરફેથી જાણીતા અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝ મામલો લડશે. માઈક, બીસલી એલન લો ફર્મ સાથે જોડાયેલા છે અને વિશ્વમાં ટોચના વિમાન દુર્ઘટના કાયદાસંજ્ઞાનોમાં ગણાય છે.
આ દુર્ઘટના એ વખતે બની હતી જ્યારે
એર ઈન્ડિયા ફ્લાઇટ AI171, બોઇંગ 787-8 ડ્રીમલાઈનર સાથે અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેકઓફ થયા બાદ માત્ર 32 સેકન્ડમાં વિમાન મેઘાણી નગર વિસ્તારમાં એક મેડિકલ કોલેજની હોસ્ટેલ પર આભથી તૂટી પડ્યું હતું. આ ભીષણ દુર્ઘટનામાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો મૃત્યુ થયેલ. જમીન પર પણ 19 લોકોના જીવ ગયા હતા. દુર્ઘટનામાં કુલ 67 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
દુર્ઘટનાની તપાસમાં જણાવાયું કે ટેકઓફ પછી ત્રણ સેકન્ડમાં વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ “રન” સ્થિતિમાંથી “કટ-ઓફ” પર જતા રહ્યા હતા, જેના કારણે ફ્યુઅલ સપ્લાય બંધ થયો અને વિમાન નીચે પડવાનું શરૂ થયું. પાઇલટ્સે વિમાન પર કાબૂ લાવી શક્યા નહોતા.
AAIB, બોઇંગ અને યુએસની NTSB સંસ્થાઓ હજુ પણ તપાસમાં સંકળાયેલી છે. આ ઘટનાના લીધે બોઇંગ પર ફરીથી ભારે દબાણ ઊભું થયું છે અને કંપની માટે કાનૂની સમસ્યાઓ વધી રહી છે.