અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં 36 કલાકમાં જ વધુ એક હુમલાની ઘટના બની છે. સુખરામનગર મ્યુનિસિપલ ક્વાર્ટ્સ નજીક આવેલા રાયપુર ભજિયા હાઉસની સામે ભોજનાલય ચલાવતા યુવક અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, ત્રણેક શમ્સ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ફરાર થઈ ગયા છે.
આરોપીએ શપ્સને તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી અને પથ્થરથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવકને નાજુક હાલતમાં એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ તેની હાલત વધુ ગંભીર થતા ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાત્રે કરફ્યુ લાગ્યા બાદ નવ વાગતા હુમલો કરવામાં આવ્યો છે.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક નહી પરંતુ બબ્બે લોકોને અસામાજીક તત્વોએ મોતને ઘાટ ઉતારી દીધા છે. જેમાં અમરાઈવાડી પોલીસે તપાસ કરીને આરોપીઓની કડી મેળવે તે પહેલા તો અમરાઈવાડીમાં બે દિવસ પહેલા હત્યા થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
અમરાઈવાડીમાં નેશનલ હેડલુમ નજીક મનોજ વાઘેલા નામના યુવકને છરીના ઘા ઝીંકીને અજાણ્યા શખસો હત્યા કરીને નાસી ગયા હતાં. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં યુવકની જાહેરમાં ઘાતકી હત્યાથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે.. એક તરફ રાજકીય ગુંડાઓની દાદાગીરી તો બીજી તરફ અસામાજીક તત્વોનો ખૂની ખેલ ખેલી ફરી અમદાવાદને અસલામત બનાવ્યું છે.
મૃતકના પરિવારે આક્રંદ કરતા અમદાવાદના પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈના ભાઈઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. જેમાં કાનજી રબારી અને રામજી રબારી અને ધમા રબારીએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારનો આરોપ છે કે રાજકીય વગ ધરાવતા આરોપીઓ પોતાનો રોફ જમાવવા અનેક લોકોને મારતા હોય છે. પરંતુ આ યુવકની હત્યા કરી દેતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો હતો અને તેમણે પોલીસ સ્ટેશન પહોંચીને આક્રોશ વ્યકત કર્યો હતો.
