મુંબઈ : દર વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઇને પ્રેક્ષકોમાં એક અલગ ઉત્સાહ જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેને ભારતનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. આ સાથે દર વર્ષે આઈપીએલમાં કેટલીક વસ્તુઓ વાઇરલ પણ થાય છે, જે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે. રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની મેચ દરમિયાન કંઈક એવું જ બન્યું હતું જ્યારે ઇન્ટરનેટ પર અચાનક એક છોકરીની તસવીર ચર્ચામાં આવી હતી.
લોકો ઇન્ટરનેટ પર આ તસવીર વિશે પૂછવા લાગ્યા હતા, તો હવે જણાવી દઈએ કે આ વાયરલ તસવીરમાં જોવા મળતી યુવતી કોઈ અન્ય નહીં, સનરાઇઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન છે. જ્યારે મેચ દરમિયાન કાવ્યા મારન તેની ટીમને પ્રોત્સાહિત કરી રહી હતી, ત્યારે આ દરમિયાન કેમેરો ઘણી વખત તેની તરફ વળ્યો, જેના કારણે પ્રેક્ષકોના મનમાં સવાલો ઉભા થવા લાગ્યા.
આ પહેલી વાર નથી જ્યારે કાવ્યા ટીવી પર દેખાઈ હતી, આ પહેલા કાવ્યાએ પણ આઈપીએલની હરાજીમાં ભાગ લીધો હતો અને અહીં તેણે પોતાની ટીમને બોલી લગાવી હતી. કાવ્યાના પિતા જાણીતા ઉદ્યોગપતિ કલાનિધી મારન છે અને એમબીએ છે. અત્યારે તે આઈપીએલ પર જ પૂર્ણ ધ્યાન આપી રહી છે. કાવ્યા હવે 28 વર્ષની થઈ ગઈ છે.