ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને એક પછી એક સ્ટાર પ્રચારકોએ પોતાનાં કાર્યક્રમ શરુ કરી દીધા છે. મોટા ભાગની પાર્ટીઓએ પોત પોતાનાં નેતાઓ સાથે રણનીતિ ઘડી મતદાતાઓને આકર્ષવા મહેનત શરુ કરી દીધી છે. ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ આજથી ૫ દિવસ ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. યુપી ઈલેકશનમાં ભાજપના ભવ્ય વિજય બાદ મોદી મેજીકની સાથે સાથે અમિત શાહની કૂટનીતિના પણ એટલા જ વખાણ થઈ રહ્યા છે.
અમિત શાહ ગુજરાતના 5 દિવસના પ્રવાસમાં આજે ગાંધીધામ, ભાવનગર અને અમદાવાદમાં કાર્યકરો, હોદ્દેદારોને આપશે ચૂંટણીલક્ષી જ્ઞાન, સાથે સાથે આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની મુલાકાત પણ લેશે.
5 નવેમ્બરે પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લીની મુલાકાત લેશે, 7 નવેમ્બરે રાજકોટ, સુરતની મુલાકાત લેશે, 8 નવેમ્બરે જૂનાગઢ, ખેડા, ગીર સોમનાથની લેશે મુલાકાત, ભરૂચ, નર્મદા, આણંદ, મહીસાગરની પણ લેશે મુલાકાત અમિત શાહ જામનગર, દેવભૂમિ દ્વારકા વડોદરા અને છોટાઉદેપુરની પણ મુલાકાત લેશે
આમ અમિત શાહ પાંચ દિવસ ગુજરાતનાં મુખ્ય શહેરોમાં કાર્યક્રમ કરી કાર્યકરો, હોદ્દેદારો સાથે કરશે મુલાકાત