શું તમારે પણ Smartphoneની બેટરી વારંવાર ચાર્જ કરવી પડે છે, Smartphoneની બેટરીની લાઈફ વધારી શકો છો. આ સાથે જ જાણીશું કેટલીક એવી ટીપ્સ જે તમારા સ્માર્ટફોનની મેમરી સ્પેસને મેનેજ કરવામાં મદદ કરશે.
ફોન પર ટાઈપ કરતા સમયે વાઈબ્રેશનને બંધ કરી દો. સાથે જ વાઈબ્રેશન મોડને ઓફ કરી દો. રીંગથી વધારે બેટરીનો વાઈબ્રેશન મોડમાં વપરાશ થાય છે.તમારે જયારે પણ જરૂર ન હોય ત્યારે યાદ કરીને વાઈબ્રેશન મોડને ઓફ કરી દો જેનાથી તમારી બેટરી ઓછી વપરાશે
જો તમારો ફોન એમોલડ ડિસ્પ્લેથી લેસ છે તો ફોનની બેટરી બચાવવા માટે બ્લેક કલર્ડ વોલપેપરનો ઉપયોગ કરો. તેનાથી પણ બેટરીનો વપરાશ ઓછો થશે. આજકાલ વધારે એપ્સનું લોકેશન ટ્રેક કરે છે. પરંતુ તેને દિવસભર ઓન રાખવાથી ફોનની બેટરીને વધારે અસર કરે છે. તેવામાં વિડીયો જોતા, મેઈલ કરતા અથવા એપ્સનો ઉપયોગ કરતા યુઝર્સ લોકેશન ફીચર બંધ કરો.
ફોનમાં એપ્સને અપડેટ કરવી ઘણી પરેશાની ભરેલું હોય છે. પરંતુ એપ્સ અપડેશનથી ફોનનું પરફોર્મન્સ અને બેટરી લાઈફમાં ઘણો સુધારો થાય છે. બેટરી અને મેમરીમાં સુધારો કરવા માટે જ ડેવલપર્સ, એપ્સને અપડેટ કરો છો. તેથી જ એપ્સને અપડેટ કરતા રહો.એરોપ્લેન મોડ ઓન કરવાથી ફોનની કનેક્ટિવિટી બંધ થઇ જાય છે. ત્યાર બાદ ઈન્ટરનેટ વગર ચાલતી એપ્સ જ કામ કરે છે.
જે મોબાઈલ એપ્સનો તમે ઉપયોગ નથી કરતા તેને ફોનથી અનઇન્સ્ટોલ કરી દો. સાથે જ કેટલીક મોબાઈલ એપ્સને પોતાનાં એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરી લો. ધ્યાનમાં રાખો મેંમરી કાર્ડમાં માત્ર તે એપ્સ જ ટ્રાન્સફર કરી શકશો જે ફોનમાં પ્રી ઇન્સ્ટોલ નહી થાય. તે સિવાય ખાસ ધ્યાન રાખો કે, વિડીયો, ઈમેજ અને મ્યૂઝિકનું મેનેજમેન્ટ. જે ઈમેજ અથવા વિડિયોઝ તમારા કામનાં નથી તેને સ્માર્ટફોનમાંથી ડીલીટ કરી દો. તે સિવાય થોડા થોડા સમયે તમે પોતાના મોબાઈલનને ક્લીયર કરતા રહો. તેનાથી તમારા મોબાઈલની સ્પીડ પણ સારી રહેશે.વધારાનો ડેટા ટ્રાન્સફર કરો અથવાતો ડીલીટ કરી દો.

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.