વલસાડમાં બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિએ ₹30 કરોડના વિકાસકામો સાથે ‘વિકાસ પર્વ’ની ઉજવણી
બહુધા આદિવાસી વસ્તી ધરાવતા વલસાડ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૯ ઓગસ્ટે ઉજવવામાં આવનાર ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી આદિવાસી બાંધવો માટે ‘વિકાસ પર્વ’ બની રહેશે.
“ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણી” નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂ. ૧૨ કરોડ ૫૦ લાખના ખર્ચે ૧૦૨ કામોનું ખાતમુહૂર્ત અને ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂ. ૬ કરોડ ૬૦ લાખના ખર્ચે ૫૨ કામોનું લોકાર્પણ, પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ રૂ. ૬૩ લાખના ખર્ચે ૧૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૧૦ કરોડ ૯૧ લાખના ખર્ચે એક સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, વલસાડ જિલ્લામાં કુલ ૩૦ કરોડ ૬૪ લાખના વિકાસના કામોથી આ દિવસ ‘‘વિકાસ પર્વ’’ તરીકે ઉજવાશે.
વલસાડ જિલ્લામાં બહુલ આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં
ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ (PVTG)ની વસ્તી ૩૮૨૪૮ છે તેની રાજ્ય સરકારે વિશેષ દરકાર લીધી છે, વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે અંતરિયાળ ગામડાઓમાં વસતા આદિવાસી પરિવારજનો સુધી પહોંચવા માટે સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી અત્યાર સુધીમાં ૩૭૬૮૧ લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા છે. હવે માત્ર ૫૬૭ લાભાર્થીના આયુષ્યાન કાર્ડ બનાવવાના બાકી છે તે પણ આગામી ટૂંક દિવસમાં બનાવી દેવાશે એટલે સંપૂર્ણ લક્ષ્યાંક સિધ્ધ કરાશે. આ કામગીરીમાં વલસાડ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે સિધ્ધિ મેળવી છે. જેથી આકસ્મિક કે અન્ય સંજોગોમાં હોસ્પિટલમાં સારવાર માટે આયુષ્યામાન કાર્ડ વરદાનરૂપ સાબિત થશે.
PM-JANMAN અંતર્ગત વલસાડ જિલ્લાના ૧૪૪ ગામોના ૩૨૭ આદિમજુથ વસાહતોના
આદિમજુથ જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ PM-JANMAN મિશન અંગે લોક જાગૃતિ ફેલાવવા તથા આદિમજુથ વસાહતોમાં વસતા આદિમજુથ જાતિના લોકોને લાભ આપવા માટે તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૩ થી IEC Campaign શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ધરમપુર, કપરાડા, વલસાડ અને પારડી તાલુકાના ગામોમાં આદિમજુથ વસાહત ખાતે Saturation IEC Campaignનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિમજુથ જાતિના લાભાર્થીઓને સરકારની જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ હેઠળ ૩૬૨૯ આદિમજુથ આવાસો, ૯૩૩૯ આયુષ્માન કાર્ડ વિતરણ, ૮૮૧ નવા વીજળી કનેક્શન, ૫૦૪૨ પી.એમ.કિસાન કાર્ડ અને ૮૦૩૦ જનધન ખાતા સહિત અનેક યોજનાઓનો ઘર થી ઘર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત થયેલા કામગીરી જોઈએ તો,
આદિજાતિ વિસ્તારો અને સમુદાયોના સર્વગ્રાહી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓની સુવિધા પુરી પાડવા માન. વડાપ્રધાનનું આવતા ૫ વર્ષનું વિઝન હેઠળ રૂ.૭૯,૧૫૬ કરોડના બજેટ સાથે આદિજાતિ બાબતોના મંત્રાલય સહિત ૧૭ મંત્રાલયો દ્વારા ૨૫ હસ્તક્ષેપોમાં લાગુ કરવામાં આવી છે. જેમ કે, આવાસ, આધાર કાર્ડ, જાતિના દાખલા, એફ.આર.એ પટ્ટા, ઉજ્જવલા યોજના(ગેસ કનેક્શન), આયુષ્માન કાર્ડ, જનધન ખાતા, પી.એમ. કિસાન કાર્ડ, જેવી વિવિધ યોજનાઓનો લાભ આદિજાતિ કુટુંબો/લાભાર્થીઓને ઘર સુધી પહોંચીને આપવામાં તા.૦૧/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૦૨૫ સુધી Saturation IEC Campaignનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ
આદિજાતિના લાભાર્થીઓ માટે રસ્તા, પીવાનું પાણી, સિંચાઇ, પાક અને કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ડેરી વિકાસ, ગ્રામ વિકાસ, શ્રમ અને રોજગાર, પોષણ વિગેરેના કુલ- ૯૬૮ કામો માટે નાણાંકીય જોગવાઇ રૂ.૧૦૪૮૩.૨૮ લાખ મંજુર કરવામાં આવી છે. ગત વર્ષ ૨૦૨૩- ૨૪ માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ કુલ- ૧૫૭૪ કામો માટે રૂ.૬૨૦૩.૮૯ લાખના કામો મંજુર કરી ખર્ચ કરવામાં આવ્યો હતો.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનરી નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત પ્રયાસો રહ્યા છે કે, આદિજાતિ સમાજ વિકાસથી વંચિત ન રહે. રાજ્ય સરકારે પણ તેમના આ વિઝનને અનુસરી આદિવાસી વિસ્તારો વધુ સમૃદ્ધ બને તે માટે સરકારના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમના દ્વારે પહોંચી વિકાસ કાર્યોનો ધોધ વહેડાવ્યો છે