રીના બ્રહ્મભટ્ટ દ્વારા:
લોક્શાહીએ દરેકને સમાનતાનો અધિકાર બંધારણીય આપેલ છે. અને તેથી જ ચૂંટણીઓમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના દબાણ વગર આસાનીથી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. જો કે, આ પ્રકારે અપક્ષ તરીકે ઉભા રહેતા ઘણા ખરા ઉમેદવારો કોઈને કોઈ પક્ષના પ્યાદા બનતા હોય છે. અને થોડા ઘણા મતો તોડાવવનું કામ પણ કરતા હોય છે. ત્યારે એ પણ નોંધવું રહ્યું કે, ગુજરાતની 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 34જેટલી રજીસ્ટર્ડ પોલોટીકલ પાર્ટીઓ મેદાનમાં ઉતરી હતી. જો કે, આમાંની મોટાભાગની પાર્ટીઓની ડિપોઝિટ ડૂલ થઇ હતી. પરંતુ તેમછતાં લોકો ચૂંટણી લડવાના શોખ કે કોઈ પાર્ટીના પ્યાદા તરીકે મેદાનમાં ઉતારતા હોય છે.તેમ છતાં આવી પાર્ટીઓ તરફ મોટાભાગે લોકો ખાસ ધ્યાન આપતા નથી હોતા. અને જંગ ખાસ તો બે કે બહુ બહુ તો ત્રણ પાર્ટી વચ્ચે જ રહેતો હોય છે.
જો કે, ગુજરાતના મેદાનમાં ખાસ જંગ મુખત્વે બે પાર્ટીઓ વચ્ચે જ હોય છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ જ મેદાનમાં છે પરંતુ આપ,જનવિકલ્પ, શિવસેના પણ રેસમાં છે તો ખરી પરંતુ એની ખાસ ધા અસર નહિ થાય. તેવામાં ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાછલા 55 વર્ષથી મુકાબલો મુખત્વે 2 પાર્ટીઓ વચ્ચે જ હોય છે. અને વધી વધીને 4 કે 5 ઉમેદવારો બીલાડી ના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે.
અને તેથી જ મતોની ટકાવારી પણ સારા એવા પ્રમાણમાં આ બન્ને પાર્ટીઓ વચ્ચે જ વહેંચાતી જોવા મળે છે. માટેની આ ટકાવારી બંને પાર્ટીઓ માટે 40 થી 50 % ની વચ્ચે વહેંચાતી રહે છે. જો કે ભાજપ હાલ 50 % ની આસપાસ છે તો કોંગ્રેસ 40 % ની આસપાસ છે. વેલ આ સાથે નોંધવું રહ્યું કે, 1962 સુધી ખુબ સીમિત માત્રામાં ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા રહેતી. પરંતુ 1990માં 1889 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા। તો 1995 માં 2545 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.પરંતુ 1995 પછી ખાસ કરીને 2 પાર્ટી વચ્ચે જ જંગ રહેતો આવ્યો છે. કેમ કે, અન્ય કેટલીય નાની મોટી પાર્ટીઓની જમાનત
પણ જપ્ત થઇ જતી આવી છે. ત્યરે કોઈ પાર્ટી રેસ નો ઘોડો સાબિત થઇ શકી ના હોવાથી મેદાનમાં થી ટૂંકા ગાળામાં જ ગાયબ થઇ જાય છે.
જો કે અન્ય રાજ્યોના મુકાબલે ગુજરાતમાં આ ટકાવારી ખુબ ઓછી હોય છે. યુપી માં ફકટ 2.6 % જેટલા સ્વતંત્ર ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવે છે. બાકી યુપી અને બિહારની ચૂંટણીઓમાં નજારો સૌ અલગ હોય છે. અને ઢગલાંબંદ ઉમેદવારો મેદાનમાં ઉતરતા હોય છે. ત્યારે આ સાથે પાછળ કેટલાકે વર્ષમાં આવા ઉમેદવારીની સંખ્યા જોઈએ તો,
1962 -500
1967 -599
1972-852
1975-834
1980-974
1985-1137
1990-1889
1995-2545
1998-1125
2002-963
2007-1180
2012-1666